પી. વી. સિંધુ ઇજાના કારણે BWF વિશ્વ ટૂર ફાઈનલ 2022 માંથી ખસી ગઈ
Live TV
-
આ સ્પર્ધા 14 ડિસેમ્બરે ચીનનાં ગ્વાંગજુમાં યોજાનાર છે.
ભારતીય બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ ઇજાના કારણે BWF વિશ્વ ટૂર ફાઈનલ 2022 માંથી ખસી ગઈ છે. આ સ્પર્ધા 14 ડિસેમ્બરે ચીનનાં ગ્વાંગજુમાં યોજાનાર છે. સિંધુ 2018 ની ફાઈનલમાં મહિલા સિંગલ્સ ચેમ્પિયન બની હતી. બર્મિંગઘમમાં રાષ્ટ્રમંડળ રમતોત્સવ-2022 દરમ્યાન સિંધુનાં ડાબા પગની ઘૂટીમાં ઈજા થઈ હતી. જેથી તેણે આગામી સ્પર્ધામાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે અને આ અંગે ભારતીય બેડમિન્ટન એસોસીએશનને જાણ કરી દીધી છે.
