પેરાલિમ્પિકમાં આજે મહિલાઓની ટેબલ ટેનિસ સ્પર્ધાની સિંગલ્સ-થ્રીમાં ભારતની સોનલ પટેલની હાર, ભાવીના પટેલ ક્લાસ-4માં લેશે ભાગ
Live TV
-
ટોકિયો પેરાલિમ્પિકમાં આજે મહિલાઓની ટેબલ ટેનિસ સ્પર્ધાની સિંગલ્સ-થ્રીમાં ભારતની સોનલ પટેલની હાર થઈ છે. ચીનની ખેલાડીએ સોનલ પટેલને પરાજય આપ્યો છે. જ્યારે ભાવીના પટેલ મહિલા ટેબલ ટેનીસના સિંગ્લસના ક્લાસ - 4 માં ભાગ લેશે. ભાવીના પોતાના અગ્રતાક્રમમાં દુનિયામાં આઠમાં સ્થાને છે. મહત્વપૂર્ણ છે કે, સોનલ પટેલ અમદાવાદની રહેવાશી છે અમદાવાદના અંધજન મંડળના શિક્ષકો અને મિત્રોની મદદથી તેમણે પેરા ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી ત્યાર પછી સામાન્ય વ્યક્તિની જેમ એક જ લક્ષ્ય સાથે મહેનત શરૂ કરી હતી.
