ફિફા વર્લ્ડકપમાં પોર્ટુગલ અને મોરક્કો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા
Live TV
-
પોર્ટુગલે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં સ્વિતઝર્લેન્ડને એક તરફી મેચમાં 6-1થી હરાવ્યું હતું.
ફિફા વર્લ્ડકપની છેલ્લી પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચમાં પોર્ટુગલે સ્વિતઝર્લેન્ડને 6-1 થી હરાવ્યું હતું. આ જીત સાથે પોર્ટુગલે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ એકતરફી મેચનો હીરો પોર્ટુગલના ગુમજાલો રામોસ રહ્યાં હતાં. તેણે ત્રણ ગોલ ફટકાર્યા હતાં, જે આ વિશ્વકપની પ્રથમ હેટ્રીક છે. મેચની 17મી મિનિટે રોમોસે પ્રથમ ગોલ, બીજો 51મી મિનિટે , જ્યારે ત્રીજો ગોલ 67મી મિનીટે ફટકાર્યો હતો. તેમજ ડિફેન્ડર પિપેએ 33મી મિનિટે, રાફે ગોયરેરૂએ 55મી મિનીટે, જ્યારે રાફેલ લીયાયોએ પણ ગોલ કર્યો હતો. જ્યારે સ્વિતઝર્લેન્ડ તરફથી માત્ર એક ગોલ મેન્યુલ અંકાચીએ કર્યો હતો. તેણે મેચની 58મી મિનીટે ગોલ કર્યો હતો. ફિફા વિશ્વકપની છેલ્લી પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. મંગળવારે રમાયેલી મેચમાં મોરક્કોએ સ્પેનને 3-0 થી હરાવી સ્પર્ધાની બહાર કર્યું છે. તે સાથે મોરક્કોએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મોરક્કોએ પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કર્યા હતાં. આ મેચમાં નિર્ધારિત 90 મિનિટમાં એક પણ ગોલ થયો ન હતો. જેથી મેચ એકસ્ટ્રા ટાઇમમાં પહોચી હતી, તેમાં પણ સ્કોર શૂન્ય-શૂન્ય રહ્યો હતો. ત્યાર બાદ પરિણામ પેનેલ્ટી શૂટ આઉટમાં મળ્યું હતું. મોરક્કો તરફથી અબ્દેલ હમિદ સાબરી, હકિબ અને અશરફ કિમીએ સ્પેન સામે ગોલ ફટકાર્યા હતાં.. જ્યારે સ્પેનના ખેલાડીઓ પેનેલ્ટી શૂટ આઉટને ગોલમાં પરિવર્તિત કરી શક્યાં ન હતાં.
