ફીફા ફૂડબોલ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ટ્યૂનિશિયાને 1-0થી હરાવી સ્થાન જાળવી રાખ્યું
Live TV
-
કતારમાં રમાઈ રહેલ ફૂટબોલ વિશ્વ કપમાં શનિવારે ગ્રુપ ડીના મુકાબલામાં ઑસ્ટ્રેલિયાએ ટ્યૂનિશિયાને 1-0થી હરાવી પોતાનું સ્થાન જાળવી રાખ્યુ છે. ફ્રાંસ સામેની પ્રથમ મેચમાં હારનો સામનો કરી ચૂકેલી ઑસ્ટ્રેલિયન ટીમે શાનદાર કમબેક કર્યું છે. અને ટ્યુનિશિયા સામે શરુઆતથી જ આક્રમક રણનીતિ અપનાવી હતી. વિશ્વકપના સાતમાં દિવસે પોલેન્ડે સાઉદી અરબને 2-0થી હરાવ્યુ હતુ. ટૂર્નામેન્ટમાં પોલેન્ડની આ પ્રથમ જીત છે. પોલેન્ડની મેક્સિકો સામેનો છેલ્લી મેચ ડ્રો રહી હતી.તો સાઉદી અરબની ટીમ આર્જેન્ટિનાને હરાવ્યા બાદ આ વખતે કોઈ ચમત્કાર સર્જી શકી નહોતી. બીજી બાજુ ફ્રાન્સે ડેનમાર્કને 2-1થી માત આપી હતી જ્યારે સાઉદી અરેબિયા સાથે આર્જેન્ટિનાએ અફસેટ સર્જયા પછી મેસીના નેજા હેઠળની આર્જેન્ટિનાની ટીમે મેક્સિકોને 2-0 હરાવીને ફરી કમબેક કર્યું છે. અત્યારે ગ્રૂપ સીમાં આર્જેન્ટિના બીજા સ્થાને જોવા મળી રહી છે. આજે જાપાન અને કોસ્ટે રિકા, બેલ્જિયમ તથા મોરેકો વચ્ચે મેચ થવાની છે.
