Skip to main content
Settings Settings for Dark

ફુટબોલઃ આજે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ભારતનો સામનો ઓમાન સામે

Live TV

X
  • સ્ટીમાકના માર્ગદર્શનમાં ટીમની શરૂઆત સારી રહી નથી. થાઈલેન્ડમાં રમાયેલા કિંગ્સ કપમાં ત્રીજા સ્થાન પર રહ્યાં બાદ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપમાં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

    ભારતીય ફુટબોલ ટીમ વિશ્વ કપ ક્વોલિફાયરમાં પોતાની પ્રથમ મેચમાં ગુરૂવારે ગુવાહાટીમાં ઓમાનનો સામનો કરશે. આ મુકાબલો સાંજે 7.30 કલાકે શરૂ થશે. વિશ્વ કપ 1998ની સેમિફાઇનલ સુધી પહોંચનારી ક્રોએશિયન ટીમના સભ્ય રહેલા ઇગોર સ્ટીમાક ભારતીય ટીમના સૌથી હાઈ પ્રોફાઇલ કોચમાંથી એક છે અને તેમના કાર્યકાળ સંભાળ્યા બાદથી ટીમે અત્યાર સુધી પાંચ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 

    સ્ટીમાકના માર્ગદર્શનમાં ટીમની શરૂઆત સારી રહી નથી. થાઈલેન્ડમાં રમાયેલા કિંગ્સ કપમાં ત્રીજા સ્થાન પર રહ્યાં બાદ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપમાં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. 

    વિશ્વ રેન્કિંગમાં 103મા નંબર પર રહેલી ઓમાન વિરુદ્ધ ભારતનો આ મુકાબલો આસાન રહેશે નહીં. ભારતીય ટીમ અત્યાર સુધી ઓમાન વિરુદ્ધ એકપણ  મેચ જીતી શકી નથી. છેલ્લે જ્યારે બંન્ને ટીમ આમને-સામને હતી ત્યારે મેચ 0-0થી ડ્રો રહી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply