Skip to main content
Settings Settings for Dark

બીજી T20: બેથેલની વિસ્ફોટક ઇનિંગ; ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું

Live TV

X
  • ઈંગ્લેન્ડે ભારત સામે શનિવારે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી બીજી ટી-20 મેચ 4 વિકેટે જીતી લીધી હતી. આ સાથે ઈંગ્લિશ ટીમે સીરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. યજમાન ટીમ માટે જીતના હીરો જેકબ બેથેલ રહ્યા હતા, જેમણે 76 રનની અણનમ ઇનિંગ રમી હતી.

    બંને દેશો વચ્ચેની સીરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. સીરીઝની આગામી મેચો 7 જુલાઈ (નોટિંગહામ), 9 જુલાઈ (બ્રિસ્ટલ) અને 11 જુલાઈ (સાઉધમ્પ્ટન)ના રોજ રમાવાની છે. 

    વૈભવ ડેબ્યૂ કરનાર યંગેસ્ટ ભારતીય ક્રિકેટર
    ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા હતા. 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ડેબ્યૂ કરીને ઇતિહાસ રચનાર વૈભવ સૂર્યવંશીએ અભિષેક શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 29 બોલમાં 50 રનની ભાગીદારી કરી હતી. વૈભવ 10 બોલમાં 2 છગ્ગા સાથે 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે અભિષેકે 24 બોલમાં 1 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 43 રનની ઇનિંગ રમી હતી. 

    ઈન્ડિયાએ 6 ઓવરમાં 65 રનના સ્કોર સુધીમાં પોતાની 2 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેપ્ટન શ્રેયસ અય્યરે ઈશાન કિશન સાથે ત્રીજી વિકેટ માટે 42 બોલમાં 65 રન જોડીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. અય્યરે 22 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ઈશાન 40 બોલમાં 6 ચોગ્ગા સાથે 49 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય તિલક વર્માએ 11 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે અણનમ 24 રન બનાવ્યા હતા. વિરોધી ટીમ તરફથી સેમ કરને 3 વિકેટ લીધી હતી, જ્યારે જોફ્રા આર્ચર, વિલ જેક્સ અને લિયામ લિવિંગસ્ટોને 1-1 વિકેટ ઝડપી હતી.
     
    જવાબમાં ઇંગ્લેન્ડે 19 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઇંગ્લેન્ડની ટીમ ઇનિંગના પહેલા જ બોલે ફિલિપ સોલ્ટ (0)ની વિકેટ ગુમાવી ચૂકી હતી. આ જ ઓવરના પાંચમા બોલ પર જોસ બટલર (0) પણ પેવેલિયન પરત ફર્યો હતો. 

    બેથલે અણનમ 76 રન બનાવ્યા
    ઈંગ્લિશ ટીમે માત્ર 1 રનમાં બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેપ્ટન હેરી બ્રૂકે બેથેલ સાથે ત્રીજી વિકેટ માટે 23 બોલમાં 50 રન જોડીને ઇનિંગને સંભાળી હતી. 

    બ્રૂક 15 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 39 રન બનાવીને આઉટ થયો હતો, ત્યારબાદ બેથેલે મોરચો સંભાળ્યો હતો. તેણે ટોમ બેન્ટન (39) સાથે ચોથી વિકેટ માટે 67 રન, જ્યારે સેમ કરન (7) સાથે 46 રન જોડીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બેથેલ 46 બોલમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 76 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે હર્ષિત રાણા, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ લીધી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply