Skip to main content
Settings Settings for Dark

બેંગલુરુમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું

Live TV

X
  • આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ, ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાનને 62 રનથી હરાવતા વર્લ્ડ કપમાં સતત બીજી જીત મેળવી હતી. 368 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાન 45.3 ઓવરમાં 305 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. \

    પાકિસ્તાન તરફથી ઈમામ-ઉલ-હકે સૌથી વધુ 70 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ ચાર, પેટ કમિન્સ અને માર્કસ સ્ટોઇનિસે બે-બે વિકેટ જ્યારે મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડે એક-એક વિકેટ લીધી હતી. આ પહેલા પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી.

    શનિવારે, લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સવારે 10.30 વાગ્યે શ્રીલંકા સામે ટકરાશે અને ઇંગ્લેન્ડનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે દક્ષિણ આફ્રિકા સામે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply