ભારતીય નિશાનેબાજ રૂદ્રાંક્ષ પાટીલે ISSF પ્રેસિડેન્ટ કપનો ખિતાબ જીત્યો
Live TV
-
રૂદ્રાંક્ષ પાટીલે ઈટલીના ડેનિલો સોલાજોને 16-8થી હરાવ્યું.
ભારતીય નિશાનેબાજ રૂદ્રાંક્ષ પાટીલે ઈજિપ્તના કાહિરામાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન- ISSF પ્રેસિડેન્ટ કપનો ખિતાબ જીતી લીધો છે. રૂદ્રાંક્ષ પાટીલે 10 મીટર રાઈફલના પ્લેઓફમાં ઈટલીના ડેનિલો સોલાજોને 16-8થી હરાવ્યું છે. 43 ISSF સભ્ય સંઘોનું પ્રતિનિધિત્વ કરતા 42 દેશોના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા 28 નવેમ્બરથી શરૂ થઈ હતી. 18 વર્ષીય રૂદ્રાંક્ષ પાટીલ ભારત માટે 2024 પેરિસ ઓલિમ્પિક માટે કોટા મેળવનાર પહેલા નિશાનેબાજ છે. તેમણે ઓક્ટોબર 2022માં કાહિરામાં ISSF રાઈફલ પિસ્ટલ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પુરુષોની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને આ ઉપલબ્ધિ મેળવી છે.
