Skip to main content
Settings Settings for Dark

ભારતીય મહિલા ક્રિકેટર યસ્તિકા અને ક્રાંતિએ લોર્ડ્સમાં ઈતિહાસ રચ્યો

Live TV

X
  • ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારતીય મહિલા ખેલાડીઓએ ઈતિહાસના પાનામાં પોતાનું નામ કાયમી કરી દીધું છે. લોર્ડ્સના પ્રતિષ્ઠિત 'ઓનર્સ બોર્ડ' પર નામ અંકિત કરનાર ભારતીય ટીમની સ્ટાર ખેલાડીઓ યસ્તિકા ભાટિયા અને ક્રાંતિ ગૌડ પર હાલ અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

    ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારતીય મહિલા ખેલાડીઓએ ઈતિહાસના પાનામાં પોતાનું નામ કાયમી કરી દીધું છે. લોર્ડ્સના પ્રતિષ્ઠિત 'ઓનર્સ બોર્ડ' પર નામ અંકિત કરનાર ભારતીય ટીમની સ્ટાર ખેલાડીઓ યસ્તિકા ભાટિયા અને ક્રાંતિ ગૌડ પર હાલ અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

    ક્રાંતિનું ઘાતક બોલિંગ પ્રદર્શન

    ટેસ્ટ મેચના બીજા દિવસે, ક્રાંતિ ગૌડે પોતાની ધારદાર બોલિંગથી ઈંગ્લેન્ડની ટીમને માત્ર ૧૭૦ રનમાં સમેટી લીધી હતી. આ સાથે તે લોર્ડ્સના ટેસ્ટ ઓનર્સ બોર્ડ પર નામ મેળવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. તે ઝુલન ગોસ્વામી અને ગાર્ગી બેનર્જી બાદ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપનાર માત્ર ત્રીજી ભારતીય મહિલા પેસર બની છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૬ પછી કોઈ ભારતીય મહિલા ફાસ્ટ બોલરે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ ઝડપી હોય તેવી આ પ્રથમ ઘટના છે.

    યસ્તિકાની ઐતિહાસિક સદી

    ત્યારબાદના દિવસે, લેફ્ટ હેન્ડ બેટર યસ્તિકા ભાટિયાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે ૧૪૫ બોલમાં ૧૨ ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ સદી ફટકારનાર તે વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. સદી પૂરી થતાં જ યસ્તિકા ભાવુક થઈ ગઈ હતી અને તેણે મેદાન પર ઘૂંટણિયે પડીને પીચને ચુંબન કર્યું હતું, જ્યારે પ્રેક્ષકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને તેનું અભિવાદન કર્યું હતું.

    રવિ શાસ્ત્રી ગદગદ

    ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ કોચ અને દિગ્ગજ ખેલાડી રવિ શાસ્ત્રીએ આ સિદ્ધિ પર ટ્વિટ કરતા લખ્યું, "યસ્તિકા, ક્રાંતિ - તમે અદભૂત છો. ક્રિકેટના હોમ ગ્રાઉન્ડ પર ઓનર્સ બોર્ડમાં તમારું સ્વાગત છે. આ એવી ક્ષણ છે જેને તમે આખી જિંદગી સાચવી રાખશો". આ સફળતા ભારતીય મહિલા ક્રિકેટના ઉત્થાનમાં એક મહત્વનો વળાંક સાબિત થશે અને આવનારી પેઢીની મહિલા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply