ભારતીય મહિલા ટીમે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 9 વિકેટે હરાવ્યું
Live TV
-
ભારત તરફથી ઓપનર સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આજે નેપિયરમાં રમાઈ રહેલી પહેલી વન ડે ક્રિકેટ મેચમાં ન્યુઝીલેન્ડને 9 વિકેટથી હરાવ્યું છે. ન્યુઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 193 રનના લક્ષ્યનો પીછો કરતાં ભારતીય ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને 33 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. આ પહેલાં ભારતીય ટીમે ટોસ જીતને પહેલાં બોલિંગનો નિર્ણય કર્યો હતો અને 48 ઓવરમાં જ ન્યુઝીલેન્ડની આખી ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. ભારતની ફાસ્ટ બોલર એકતા બિષ્ટે ન્યુઝીલેન્ડની ત્રણ વિકેટ ઝડપી હતી.
