Skip to main content
Settings Settings for Dark

ભારતીય શૂટર્સ હૃદય હજારિકા અને નેન્સી મંધોત્રાએ ISSF વર્લ્ડ કપ 2023માં 10-મીટર એર રાઈફલ સ્પર્ધામાં મેળવ્યો સિલ્વર મેડલ

Live TV

X
  • ભારતીય શૂટર્સ હૃદય હજારિકા અને નેન્સી મંધોત્રાએ અઝરબૈજાનના બાકુમાં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપ 2023માં પુરૂષો અને મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યા છે.

    21 વર્ષીય હૃદય હજારિકા તેમજ 19 વર્ષીય નેન્સી મંધોત્રા માટે આ પ્રથમ વખતનો ISSF વર્લ્ડ કપ મેડલ હતો. હઝારિકાએ પુરુષોની 10 મીટર એર રાઈફલની ફાઇનલમાં જગ્યા બનાવી છે. બકુ મીટ એ રાઈફલ અને પિસ્તોલ શૂટર્સ માટે ISSF વર્લ્ડ કપનો અંતિમ તબક્કો છે.

    નવેમ્બરમાં દોહા ખાતે યોજાનારી ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા અંતિમ ચરણ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાશે. બાકુ ખાતે ભારતે ISSF વર્લ્ડ કપ 2023 માટે 34 સભ્યોની ટીમ મોકલી છે. આ ઇવેન્ટ આજે સમાપ્ત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply