Skip to main content
Settings Settings for Dark

ભારતે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી-20 મેચ 65 રનથી જીતી

Live TV

X
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આજે બીજી ટી-20 ક્રિકેટ મેચ માઉન્ટ મૌન્ગનૂઈમાં રમાઈ. શુક્રવારે ત્રણ ટી-20 ઈન્ટરનેશનલ મેચની સૌપ્રથમ મેચ વરસાદને કારણે યોજી શકાઈ નહતી. ભારતીય ક્રિકેટ ટીમના ટી-20 ટૂર્નામેન્ટમાં સુકાની હાર્દિક પંડ્યા છે. યજમાન ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ભારતે 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. જેમાં સોથી મોટો સિંહ ફાળો સુર્યકુમાર યાદવનો હતો. સુર્યકુમાપર યાદવે ઝંઝાવાતી બેટીગ કરીને ભારતને મજબુત સ્કોર સુધી પહોચાડ્યું હતું. સુર્યકુમાર યાદવે 51 બોલમાં 111 રનનો જંગી ફાળો નોંધાવ્યો હતો. 

    જેના જવાબમાં ન્યઝીલેન્ડની ટીમને 126 રનમાં ઓલઆઉટ કરીને ભારતે આ સીરીજ 1-0 થી જીત મેળવી છે. ભારતના બેસ્ટમેનોની સાથે સાથે બોલરોએ પણ પોતાનો જાદુ બતાવ્યો હતો.  ભારતના દિપક હુડ્ડાએ માત્ર 2.5 ઓવરમાં 4 વિકેટો ઝડપીને ન્યુઝીલેન્ડની ટીમના જીતવાના સપનાઓને રગદોડી નાખ્યા હતા. હવે પછીની 22 નવેમ્બરના રોજ યોજાનારી મેચ ખુબજ નિર્ણાયચ સાબીત થશે. બંને ટીમો માટે આગામી મેચ કરો યા મરોની મેચ રહશે. આગામી મેચમાં ભારત સીરીઝ જીતવા માટે જ્યારે ન્યુઝીલેન્ડ સીરીઝને સરભર કરવામાટે થઈને મેદાનમાં ઉતરશે. ભારત આજની મેચ જીતતા ખીલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે પછી દરેક પ્રેકક્ષકોનું ધ્યાન આગામી મેચ પર હશે જે નિર્ણાયક બની રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply