ભારતે બાંગ્લાદેશને હરાવીને SAFF U-19મહિલા ચેમ્પિયનશીપ જીતી લીધી
Live TV
-
નિર્ધારિત સમય સુધી મુકાબલો 1-1ની બરાબરી પર રહ્યો હતો.
ભારતે ઢાકામાં દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન U-19મહિલા ચેમ્પિયનશીપની ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયનશીપ જીતી લીધી છે. ફાઈનલ મેચમાં પેનલ્ટી શૂટઆઉટ પછી સિક્કો ઉછાળીને ભારત અને બાંગ્લાદેશની મેચનો નિર્ણય કરવામાં આવ્યો. નિર્ધારિત સમય સુધી મુકાબલો 1-1ની બરાબરી પર રહ્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં બંને ટીમના તમામ 11 ખેલાડીઓએ ગોલ કર્યો હતો.
સિબાની દેવીએ 8મી મિનિટમાં ગોલ કર્યો હતો, ભારત આખી મેચ દરમિયાન આગળ હતું. બાંગ્લાદેશની સ્ટ્રાઈકર સગોરિકાએ ગોલ કરીને 1-1ની બરાબરી કરી હતી. ગૃપ ચરણમાં ભારતે ભૂતાન અને નેપાળ વિરુદ્ધ સરળતાથી જીત મેળવી હતી, પરંતુ બાંગ્લાદેશ સામે હારી ગયું હતું. ભારત ગૃપમાં બીજા સ્થાન પર રહ્યું હતું અને ફાઈનલમાં પ્રવેશ કર્યો. બાંગ્લાદેશે તમામ લીગ મેચ જીતી હતી અને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
