ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પાંચ T-20 શ્રેણીની ત્રીજી મેચ રમાશે
Live TV
-
શ્રેણી 1-1ની બરાબરી પર છે. બંને ટીમો લીડ મેળવવા પૂરેપૂરા પ્રયાસ કરશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પાંચ T-20 શ્રેણીની ત્રીજી મેચ રમાશે. શ્રેણી 1-1ની બરાબરી પર છે. બંને ટીમો લીડ મેળવવા પૂરેપૂરા પ્રયાસ કરશે. પરંતુ બીજી મેચ 7 વિકેટે જીત્યા પછી મોમેન્ટમ ટીમ ઇન્ડિયા પાસે છે અને તેઓ 2-1થી શ્રેણીમાં લીડ મેળવવા ફેવરિટ છે.ત્રીજી T-20માં પિચ રેડ સોઈલથી તૈયાર કરવામાં આવી છે. રેડ સોઈલનો ઉપયોગ થાય ત્યારે બોલ સારો બાઉન્સ થાય છે અને સ્પિનર્સને મદદ મળે છે. તો, બીજી તરફ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝની અંતિમ ત્રણ ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ નિર્ણય લીધો છે. જો કે, જે લોકોએ અગાઉથી ટીકીટ બુક કરાવી છે તેઓને ટીકીટના રીફંડ આપવામાં આવશે...
