ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ મેચની વન ડે સિરિઝનો થશે પ્રારંભ
Live TV
-
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ મેચની વન ડે સિરિઝનો થશે પ્રારંભ, વિશ્વકપથી પહેલા આ સિરિઝ બન્ને ટીમો માટે છે મહત્વપૂર્ણ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડેની શ્રેણીની આજથી શરુઆત થઇ રહી છે. આજે પ્રથમ મેચ મોહાલી ખાતે રમાશે. એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમના હોસલા બુંલદ છે. વિશ્વ કપ પહેલા તૈયારીઓ માટે આ સીરિઝ બંને દેશો માટે મહત્વ પુર્ણ છે. બંને ટીમના રેકોર્ડની વાત કરવામાં આવે તો વન-ડે ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 146 વન-ડે મેચ રમી છે, જેમાંથી 82 મેચમાં વિજય હાંસલ કર્યો છે. જ્યારે ભારત 54 મેચ જીતવામાં સફળ રહ્યુ છે. 10 મેચ એવી રહી કે જેનું કોઇ પરિણામ ન આવ્યું હોય. ભારતમાં પણ ઓસ્ટ્રેલિયાનો વન-ડે રેકોર્ડ ઘણો સારો છે. ભારતમાં ઔસ્ટ્રેલિયાએ 67 મેચ માંથી 32માં વિજય મેળવ્યો, જ્યારે ભારત 30 મેચમાં વિજય થવામાં સફળ રહ્યું છે જોકે પાંચ મેચ નિર્ણાયક રહી હતી.
