ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી બ્રિસ્બેનમાં ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ શરૂ
Live TV
-
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી બ્રિસ્બેનમાં ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ શરૂ થઈ છે. ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. ભારતીય બોલર મોહમદ સિરાજે પ્રથમ ઓવરમાં ડેવિડ વોર્નરને આઉટ કરીને પ્રથમ સફળતા હાંસલ કરી હતી. જ્યારે શાર્દુલ ઠાકુરે માર્કર હેરીસને આઉટ કરીને ઓસ્ટ્રેલીયાને બીજો ઝટકો આપ્યો હતો. મેચની 35મી ઓવરમાં વોશિંગ્ટન સુંદરે સ્ટીવ સ્મીથને 36 રને રોહિતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ભારત તરફથી આ મેચમાં ટી. નટરાજન અને વોશિગ્ટન સુંદરે ડેબ્યુ કર્યું છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ટેસ્ટ શ્રેણી 1-1 થી બરોબરી ઉપર છે. એડિલેડમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલીયાએ જીતી હતી, જ્યારે બીજી બોક્સીગ ડે ટેસ્ટ ભારતે જીતી હતી, જ્યાં સીડનીમાં ત્રીજી મેચ ડ્રો રહી હતી. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા તરફ માર્નસ લબુશેન 108 અને મેથ્યુ વેડએ 45 રન કર્યા હતા. ઓસ્ટ્રેલીયાએ 5 વિકેટે 274 રન નોંધાયા હતા.
