ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટી-20 આજે બેંગલુરુમાં રમાશે
Live TV
-
ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ ટી-20માં 3 વિકેટે રોમાંચક જીત મેળવ્યા પછી શ્રેણીમાં 1-0થી આગળ છે. આવા સમયે ભારતે શ્રેણી સરભર કરવા માટે બીજી ટી-20 મેચમાં વિજય મેળવવો જરુરી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટી-20 આજે બેંગલુરુમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ ટી-20માં 3 વિકેટે રોમાંચક જીત મેળવ્યા પછી શ્રેણીમાં 1-0થી આગળ છે. આવા સમયે ભારતે શ્રેણી સરભર કરવા માટે બીજી ટી-20 મેચમાં વિજય મેળવવો જરુરી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા બીજી મેચમાં વિજય મેળવી શ્રેણી પોતાના નામે કરવા પ્રયત્ન કરશે. પ્રથમ ટી-20માં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું પણ બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.
