મનુ ભાકરે દોહામાં આયોજીત એશિયાઈ નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં સુવર્ણ પદક હાંસલ કર્યો
Live TV
-
મનુએ મહિલાઓની 10 મીટર એર રાઈફલની ફાઈનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું
રાષ્ટ્રમંડળ ખેલ અને યુવા ઓલિમ્પિકની સુવર્ણપદક વિજેતા અને નિશાનેબાજ મનુ ભાકરે દોહામાં આયોજીત એશિયાઈ નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં સુવર્ણપદક હાંસલ કર્યો છે.. મનુએ મહિલાઓની 10 મીટર એર રાઈફલની ફાઈનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું હતું.. મનુ ભાકરે ફાઈનલમાં પહેલા સ્થાને આવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.. ચેમ્પિયનશીપમાં ભારતનો આ પહેલો ગોલ્ડમેડલ છે.. મનુ પહેલેથી ટોક્યો ઓલિમ્પિક બેઝ ક્વોટા હાંસલ કરી ચુકી છે.. તો ભારતીય નિશાનેબાજ દીપકકુમારની ટોક્યો ઓલિમ્પિક-2020માં એન્ટ્રી નક્કી છે,,, ભારત તરફથી નિશાનેબાજીમાં દીપકકુમાર ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરનારા 10માં પુરૂષ ખેલાડી બની ગયાં છે.. 14મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં પુરૂષોની 10 મીટર એર રાઈફલની સ્પર્ધામાં કાંસ્યપદક હાંસલ કરીને દીપકે આ સફળતા હાંસલ કરી છે...
