મહિલા ફૂટબોલ કપ 2024 : ભારતે એસ્ટોનિયાને 4-3થી પરાજય આપી જીત મેળવી
Live TV
-
તુર્કીના અલાન્યામાં મહિલા ફૂટબોલ કપ 2024માં ગઈકાલે ભારતે એસ્ટોનિયાને 4-3થી પરાજય આપી જીત મેળવી છે. UEFA સંઘની ટીમ સામે ભારતીય મહિલા ફૂટબોલ ટીમની આ પ્રથમ જીત છે.
ભારત તરફથી મનીષા કલ્યાણે બે, ઈન્દુમતી કથીરેસન અને પ્યારી ઝાઝાએ એક-એક ગોલ કર્યા હતા. ભારતીય ટીમની આગામી મેચ શનિવારે હોંગકોંગ સામે થશે.
