Skip to main content
Settings Settings for Dark

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કર્યા, યાદીમાં ફક્ત 4 ભારતીયો

Live TV

X
  • દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ODI મેચમાં મહત્ત્વની સિદ્ધિ મેળવી. આ યાદીમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ તેનાથી આગળ છે.

    ભારતીય અનુભવી બેટ્સમેન રોહિત શર્મા પુરુષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કરનાર ચોથો ભારતીય બન્યો છે. તેણે શનિવારે વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ODI મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ભારત માટે આ મેચ ખાસ રહી, કારણ કે ભારતે 9 વિકેટથી દક્ષિણ આફ્રિકાને હરાવી 2-1થી શ્રેણી પોતાના નામે કરી હતી.રોહિત શર્માએ 505 આંતરરાષ્ટ્રીય મેચોમાં 45થી વધુની સરેરાશથી આ સિદ્ધિ મેળવી છે. આ યાદીમાં 34 હજાર 357 રન સાથે સચિન તેંડુલકર, 27 હજાર 910 રન સાથે વિરાટ કોહલી અને 24 હજાર 064 રન સરગે રાહુલ દ્રવિડ તેનાથી આગળ છે.

    ભારત માટે દક્ષિણ આફ્રિકા સામેની આ ODI મેચ નિર્ણાયક રહ્યો

    આ મેચ દરમિયાન, રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગમાં 100થી વધુ રનની પાર્ટનરશીપ કરી હતી, જે તેની ઓપનિંગ વિકેટ માટેની 35મી સદીની પાર્ટનરશીપ હતી. રોહિત શર્મા 73 બોલમાં 75 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જયારે યશસ્વી જયસ્વાલે 113 બોલમાં સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા, દક્ષિણ આફ્રિકા ક્વિન્ટન ડી કોકના 106 અને ટેમ્બા બાવુમાના 48 રનની મદદથી 270 રનમાં સમેટાઈ ગયું હતું. ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવે 4-4 વિકેટ લીધી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply