વડોદરામાં રોમાંચક પ્રથમ વન-ડે મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું
Live TV
-
વડોદરામાં રોમાંચક પ્રથમ વન-ડે મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું
આજે(11 જાન્યુઆરી) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રવિવારે રમાયેલી વન ડે શ્રેણીની ભારત - ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની પ્રથમ મેચમાં ભારતે ન્યુ ઝીલેન્ડને 4 વિકેટે હરાવી પ્રથમ મેચ જીતી લીધી છે. આ જીત સાથે ભારતીય ટીમ ત્રણ મેચોની સીરિઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. આ મુકાબલો વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાયો હતો. જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો.
ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 49 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 306 રન બનાવીને જીત હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મિચેલ 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જ્યારે ભારતીય ટીમના કોહલીએ 93, ગિલે 56 અને શ્રેયસ અય્યરે 49 રન બનાવીને આ મેચ જીતી લીધી છે.વિરાટ કોહલીને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયા હતા. આ શ્રેણી ની બીજી મેચ બુધવારે રાજકોટ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે.
