Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ કપ 2023: અફઘાનિસ્તાને લખનૌમાં નેધરલેન્ડને 7 વિકેટે હરાવ્યું

Live TV

X
  • ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને ગઈ કાલે રાત્રે લખનૌના એકાના સ્ટેડિયમમાં નેધરલેન્ડને સાત વિકેટે હરાવ્યું. જીતવા માટે 180 રનના ટાર્ગેટનો પીછો કરતા અફઘાનિસ્તાને 31.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ પહેલા અફઘાનિસ્તાને નેધરલેન્ડને 46.3 ઓવરમાં 179 રનમાં આઉટ કરી દીધું હતું.

    4મી નવેમ્બર 2023ના રોજ બે મેચો યોજાવાની છે. પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ આજે સવારે 1030 વાગ્યે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે પાકિસ્તાન સામે ટકરાશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બપોરે 2 વાગે રમાશે.

    આઈસીસી વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યાનો સામનો કરી રહેલી ન્યુઝીલેન્ડની ટીમનો સામનો આજે પાકિસ્તાન સાથે થવાનો છે. બંને ટીમોને સેમિફાઈનલમાં પહોંચવા માટે આ મેચ ખૂબજ મહત્વની હશે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાંમાં સારી શરૂઆત પછી બંને ટીમોને સતત હારનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે બંને ટીમો સેમિફાઈલનમાં પહોંચવા માટે મુશ્કેલ સ્થિતમાં પહોંચી ગઈ છે.  બીજીમાં મેચમાં ઓસ્ટ્રેલિયાની ટક્કર ઈંગ્લેન્ડ સામે થશે. ઓસ્ટ્રેલિયા 6માંથી 4 મેચ જીતીને ત્રીજા સ્થાન પર છે. જ્યારે ઈંગ્લેન્ડ 6માંથી 5 મેચમાં હાર પછી અંતિમ સ્થાને છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply