Skip to main content
Settings Settings for Dark

વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ ગઈકાલે બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટે હરાવ્યું

Live TV

X
  • વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગઈકાલે રાત્રે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટે હરાવ્યું હતું. ગુજરાતે આપેલા 189 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બેંગ્લોરે 4.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. ઉપરાંત, આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સની સતત બીજી જીત હતી. અગાઉ સાંજે, નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં યુપી વોરિયર્સે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટે હરાવીને જીત મેળવી હતી.

    આરસીબી તરફથી સોફી ડિવાઈને સૌથી વધુ 99 રન બનાવ્યા હતા. તે માત્ર એક રનથી તેની સદી ચૂકી ગઈ હતી. પરંતુ તેની ઇનિંગ્સે જ આરસીબીની જીતનો પાયો નાખ્યો હતો. સોફીએ માત્ર 36 બોલમાં 9 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. ગુજરાત તરફથી કિમ ગાર્થ અને કેપ્ટન સ્નેહ રાણા બંનેએ 1-1 વિકેટ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply