Skip to main content
Settings Settings for Dark

વિરાટ કોહલીની શાનદાર સદીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અપાવી જીત

Live TV

X
  • આઇપીએલમાં ગઈકાલે  સનરાઇઝર હૈદરાબાદ અને  રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે બેંગ્લોરે ક્વોલિફાયરમાં પહોંચવાની આશા જાળવી રાખી છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ક્લાસેનની સદીના સહારે 186 રન બનાવ્યા હતા. જવાબમાં RCBએ બે વિકેટ ગુમાવીને 187 રન બનાવી મેચ જીતી લીધી હતી. તો,  RCB 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી પ્લેઓફની રેસમાં યથાવત છે. જયારે હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે.   બીજી તરફ આજે પંજાબ અને રાજસ્થાન વચ્ચે રોમાંચક મેચ રમાશે.

    ગઈ કાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. આ જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પાંચમા નંબરે સરકી ગઈ છે. જો કે, ગુજરાત ટાઇટન્સ સિવાય ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્રથમ ટોપ-3 ટીમોમાં યથાવત છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત બાદ પ્લે ઓફની રેસ રસપ્રદ બની છે. ગુજરાત ટાઇટન્સ 13 મેચમાં 18 પોઈન્ટ સાથે ટોપ પર છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply