વિવાદીત ટીપ્પણીને લઈને ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ સામે BCCI સખ્ત
Live TV
-
બીસીસીઆઈએ સીઈઓના ચેરમેન વિનોદ રાયે બંને ખેલાડીઓ ઉપર બે વન ડે મેચનો પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે.
એક ટીવી શો માં મહિલાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યા બાદ ટીકામાં ઘેરાયેલા હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલ માટે ખરાબ ખબર છે. બીસીસીઆઈએ સીઈઓના ચેરમેન વિનોદ રાયે બંને ખેલાડીઓ ઉપર બે વન ડે મેચનો પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. પ્રશાસકોની કમિટિના વડા વિનોદ રાયે કહ્યું છે કે, તેઓ હાર્દિક પંડ્યા દ્વારા આપવામાં આવેલા નોટિસના જવાબથી અસંતુષ્ટ છે, અને તેમણે આ બંને ભારતીય ખેલાડીઓ ઉપર બે મેચનો પ્રતિબંધ લગાવવાની દરખાસ્ત કરી છે. જોકે સીઈઓ અને બાકી સભ્યો ડાયના એડુલજીનું માનવું છે કે, તેઓએ આ અંગે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. આ વિવાદ અંગે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું છે કે, ટીમ કોઈપણ અયોગ્ય ટીકાનો સમર્થન કરતી નથી
