Skip to main content
Settings Settings for Dark

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ની ટીમે વડોદરામાં નેશનલ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા કરી

Live TV

X
  • 36મી નેશનલ ગેમ્સની યજમાની માટે ગુજરાતમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ની એક વરિષ્ઠ ટીમ તૈયારીઓની સમીક્ષા કરવા માટે શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. નેશનલ ગેમ્સની 36 રમતોમાંથી જિમ્નેસ્ટિક્સ અને હેન્ડબોલની સ્પર્ધાનું વડોદરામાં આયોજન થવાનું છે, ત્યારે રમતોત્સવ પહેલા બધી જ તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે ટીમે મુલાકાત લીધી હતી. ટીમ દ્વારા સંચાલક અધિકારીઓને કેટલાક નાના- મોટા મુદ્દાઓ સૂચવવામાં આવ્યા હતા. નેશનલ ગેમ્સની શરૂઆત પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ જશે તેવી આશા મહેમાન બનેલી ટીમે વ્યક્ત કરી હતી.

    36મી નેશનલ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સિનિયર ડિરેક્ટર એકતા વિશ્નોઈની અધ્યક્ષતામાં તેમની ટીમ SAI ના ડેપ્યુટી ડિરેક્ટર પ્રશાંત સિંહ, આસિસ્ટન્ટ ડિરેક્ટર દીપક સાબુ અને વિકાસ અધિકારી રાકેશ કુમાર વડોદરાની પૂર્વ મુલાકાતના ભાગરૂપે આવ્યા હતા. વડોદરા શહેર જિમ્નેસ્ટિક્સ અને હેન્ડબોલનું આયોજન કરવા જઈ રહ્યું છે, ત્યારે SAI ની વરિષ્ઠ ટીમે યજમાન શહેર રમતોત્સવની શરૂઆત પહેલા તૈયારી પૂર્ણ કરે તેની ખાતરી કરવા માટે મુલાકાત લીધી હતી. તેઓની સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સભ્યો અને જિલ્લા રમતગમત વિકાસ અધિકારી ક્રિષ્ના પંડ્યા પણ જોડાયા હતા. ટીમે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના મલ્ટીપર્પઝ હોલ, ટેબલ ટેનિસ હોલ, બેડમિન્ટન હોલ અને સ્વિમિંગ પૂલ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ખેલાડીઓના રમતગમતના વિસ્તારમાં સ્થળાંતર કરવા અને ચાલુ સમારકામની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા અંગે સૂચનો આપ્યા હતા. એકંદરે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં તૈયારીઓથી ટીમ ખૂબ જ પ્રભાવિત થઈ હતી. 

    “36મી નેશનલ ગેમ્સના ભાગ રૂપે વડોદરા જિમ્નેસ્ટિક્સ અને હેન્ડ બોલનું આયોજન કરવા જઈ રહ્યું છે અને અમે તૈયારીઓની સમીક્ષા કરવા તેમજ જ્યાં જરૂર હોય ત્યાં સૂચનો આપવા માટે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. રાજ્ય સરકાર અને તમામ લોકો રમતોત્સવને આવકારવા માટે સજ્જ છે, તે જોઈને મને ખુશી થાય છે. સરકારે ખેલાડીઓના વોર્મ અપ એરિયા, પ્લેયરનો વિસ્તાર, રહેઠાણ, મુસાફરી અને અન્ય સુવિધાઓ અને જરૂરિયાત વિશે વિગતવાર આયોજન કર્યું છે. અમે તેમને નાના સૂચનો આપ્યા છે અને રમતોત્સવ પહેલા ખેલાડીઓને વૈશ્વિક કક્ષાનું પ્લેટફોર્મ મળે તે માટે આશાવાદી છીએ. હું ગુજરાતમાં ઉત્સાહના વાતાવરણથી ખુશ છું અને આનાથી અહીંના સ્પોર્ટ્સ કલ્ચરને વેગ મળશે”. તેમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સિનિયર ડિરેક્ટર એકતા વિશ્નોઈએ જણાવ્યું હતું.

    મેયર કેયુરભાઈ રોકડિયાએ જણાવ્યું હતું કે, “કોર્પોરેશન અને રાજ્ય સરકાર દિલ્હીની ટીમ દ્વારા આપવામાં આવેલા સૂચનો પર કામ કરશે અને તમામ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે”. જિલ્લા રમતગમત વિકાસ અધિકારી શ્રી ક્રિષ્ના પંડ્યાએ કહ્યું કે, “લગભગ 400 ખેલાડી બે રમત માટે વડોદરાની મુલાકાત લે તેવી અપેક્ષા છે અને તેમના રહેવા, પરિવહન અને કેટરિંગ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. અમારી ટીમ SAI ટીમ દ્વારા આપવામાં આવેલા સૂચનો પર કામ કરશે.” વડોદરા મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ તેમજ અધિકારીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા મુલાકાત દરમિયાન હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply