Skip to main content
Settings Settings for Dark

FIFA World Cup: હેરિકેનના વિસ્ફોટક ડબલ ગોલથી ઇંગ્લેન્ડનો વિજય

Live TV

X
  • FIFA World Cup: હેરિકેનના વિસ્ફોટક ડબલ ગોલથી ઇંગ્લેન્ડનો વિજય

    ફિફા વર્લ્ડ કપમાં રોમાંચક મુકાબલાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ગત રાત્રિએ રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચોમાં ફૂટબોલ જગતના બે દિગ્ગજો—ઇંગ્લેન્ડ અને બેલ્જિયમે પોતપોતાની મેચો જીતીને ગૌરવભેર રાઉન્ડ ઓફ 16 (અંતિમ 16) માં પ્રવેશ કરી લીધો છે.

    કેપ્ટન હેરિકેને ઇંગ્લેન્ડને મોટી શરમજનક હારમાંથી ઉગાર્યું!

    ઇંગ્લેન્ડ અને ડીઆર કોંગો વચ્ચે રમાયેલી મેચ ભારે રસાકસીભરી રહી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડ પર વિશ્વકપના ઇતિહાસની સૌથી શરમજનક હારનું સંકટ તોળાઈ રહ્યું હતું, પરંતુ એન ટાઈમે કેપ્ટન હેરિકેન ટીમની વહારે આવ્યો હતો.

    કેપ્ટન હેરિકેને મેચની છેલ્લી ક્ષણોમાં અદભુત પ્રદર્શન કરતા એક પછી એક બે શાનદાર ગોલ ફટકારીને આખી મેચ પલટી નાખી હતી. ઇંગ્લેન્ડે ડીઆર કોંગોને 2-1 થી હરાવીને આગામી રાઉન્ડમાં જગ્યા પાકી કરી લીધી છે. રાઉન્ડ ઓફ 16માં હવે ઇંગ્લેન્ડનો મુકાબલો 6 જૂલાઈએ મેક્સિકો સામે થશે.

    બેલ્જિયમની ધમાકેદાર વાપસી, સેનેગલ ઘૂંટણિયે

    બીજી તરફ, બેલ્જિયમની ટીમે પણ ફિફા વર્લ્ડ કપમાં શાનદાર વાપસી કરીને ચાહકોના દિલ જીતી લીધા છે. રાઉન્ડ ઓફ 32ના રોમાંચક મુકાબલામાં બેલ્જિયમનો સામનો મજબૂત ગણાતી સેનેગલની ટીમ સામે હતો. બેલ્જિયમે આ રોમાંચક મેચ 3-2 થી પોતાના નામે કરી લીધી હતી.

    આ જીત સાથે બેલ્જિયમ પણ અંતિમ 16માં પહોંચી ગયું છે. હવે રાઉન્ડ ઓફ 16 માં બેલ્જિયમનો સામનો યુનાઇટેડ સ્ટેટ્સ (USA) અને બોસ્નિયા અને હર્ઝેગોવિના વચ્ચે રમાનારી મેચના વિજેતા સાથે થશે. ફૂટબોલ પ્રશંસકો માટે હવે પછીના નોક-આઉટ મુકાબલાઓ વધુ રોમાંચક બનવાના સંકેતો મળી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply