IND v AUS: ભારતનો 8 વિકેટથી પરાજય, 90 રનનો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો
Live TV
-
પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની બીજી ઈનિંગ માત્ર 36 રનમાં જ સમેટાઇ ગઇ હતી. શમી 1 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. ભારતનો એક પણ બેટ્સમેને ડબલ ફિગરમાં પહોંચી શક્યો નહોતો. બુમરાહની વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય બેટસમેનો એક પછી એક આઉટ થવા માંડયા હતા. ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેને ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ભારતના કુલ ત્રણ બેટ્સમેન ગોલ્ડન ડક બન્યા હતા. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 90 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જો બર્ન્સ 51 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી અશ્વિને 1 વિકેટ ઝડપી હતી. જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0ની લીડ લઈ લીધી છે.
