IndvsWI T-20: આજે સેન્ટ કિટ્સ ખાતે ત્રીજી મેચ રમાશે
Live TV
-
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી-ટવેન્ટી શ્રેણીની ત્રીજી મેચ આજે સેન્ટ કિટસ ખાતે રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ આજે રાત્રે 9.30 વાગ્યાથી રમાશે. દરમિયાન વેસ્ટ ઈન્ડિઝે સેન્ટ કિટ્સમાં ગઈકાલે રમાયેલી બીજી ટ્વેન્ટી- 20 મેચમાં ભારતને પાંચ વિકેટે પરાજય આપીને શ્રેણીમાં 1-1થી બરાબરી કરી છે. વેસ્ટ ઈન્ડિઝના ઓબેડ મેકોયનીઘાતક બોલિંગ સામે ભારતના ખેલાડીઓ 138 રન જ નોંધાવી શક્યા હતા. હાર્દિક પંડ્યા સૌથી વધુ 31 રન નોંધાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી મેકોયે 17 રન આપીને છ વિકેટ ઝડપી હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે બ્રેન્ડન કિંગે નોંધાવેલા 68 અનેડેવોન થોમસના 31 રનના મદદથી 19.2 ઓવરમાં પાંચ વિકેટે વિજય માટે 139 રન નોંધાવતાભારતની હાર થઈ હતી.
