IPLની એલિમિનેટર મેચમાં MIએ લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું
Live TV
-
આઈપીએલમાં એલિમિનેશન મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 81 રનથી હરાવી દીધું હતું. આ સાથે જ મુંબઈની ટીમ બીજા ક્વાલિફાયરમાં પહોંચી છે. એટલે હવે મુંબઈની ટક્કર ગુજરાત ટાઈટન્સ સાથે થશે. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે પહેલા બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા હતા. જ્યારે લખનઉની ટીમ માત્ર 101 રન જ બનાવી શકી હતી. મુંબઈમાંથી ગ્રીને સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. જ્યારે લખનઉમાંથી સૌથી વધુ 40 રન માર્કસ સ્ટોનિસે બનાવ્યા હતા.
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ 16.3 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી આકાશ મેધવાલે 3.3 ઓવરમાં માત્ર 5 રનમાં 5 વિકેટ ઝડપી હતી, તેની ઇકોનોમી 1.40ની રહી હતી. LSGના 3 બેટર્સ રન આઉટ થયા હતા. પહેલી ઇનિંગમાં કેમરોન ગ્રીને 41 અને સૂર્યકુમાર યાદવે 33 રન બનાવ્યા હતા.
