IPL: ગઇકાલે મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રનથી હરાવ્યું, છેલ્લા બોલ પર સિક્સ મારીને સૂર્યાએ સદી ફટકારી
Live TV
-
IPL ક્રિકેટમાં ગઈકાલે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રનથી હરાવ્યું હતું. IPLની 57મી મેચ શુક્રવારે વાનખેડેમાં રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ રનચેઝ કરવાની રણનિતી પસંદ કરીને ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કર્યુ હતું. જોકે હોમગ્રાઉન્ડ પર મરણિયા બનીને બેટિંગ કરતા મુંબઈએ ગુજરાત સામે વિશાળ લક્ષ્ય ખડક્યુ હતુ. મુંબઈએ ગુજરાત સામે 219 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ.
સૂર્યકુમાર યાદવે પ્રથમ ઇનિંગ્સના છેલ્લા બોલે સિક્સર ફટકારીને ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ સદી પૂરી કરી હતી.ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેની સદી પર સૂર્યાને ગળે લગાવ્યો હતો, જ્યારે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સૂર્યાના વખાણ કર્યા હતા.
આજે, સનરાઇઝર્સ હૈદરાબાદ, હૈદરાબાદમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે બપોરે 3.30 વાગ્યે ટકરાશે જ્યારે દિલ્હી કેપિટલ્સ સાંજે 7.30 વાગ્યે દિલ્હીમાં પંજાબ કિંગ્સ સાથે શિંગડા લૉક કરશે.
