Skip to main content
Settings Settings for Dark

IPL 2018: અંતે મુંબઈને મળ્યો પ્રથમ વિજય, આરસીબીને 46 રને હરાવ્યું

Live TV

X
  • મુંબઇના વાનખેડે સ્ટેડિમમાં યોજાયેલી મુંઇબ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચમાં મુંબઇએ 46 રને બેંગ્લોરને માત આપી હતી.

    મુંબઇના વાનખેડે સ્ટેડિમમાં યોજાયેલી મુંઇબ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચમાં મુંબઇએ 46 રને બેંગ્લોરને માત આપી હતી. આમ મુંબઇએ પોતાના પાછલી ત્રણ હારનું મ્હેણું ભાંગ્યું હતું. બેંગ્લોરની 214 રનના ટાર્ગેટ સામે ટીમ 20 ઓવરના અંતે 167 રન બનાવી શકી હતી. આ મેચમાં વિરાટ કોહલી 92 રને અણનમ રહ્યો હતો.

    ટોસ જીતીને બેંગ્લોરની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે મુંબઇને પહેલા બેટિંગ લીધી હતી. શરૂઆતના બે બોલમાં ઉપરે છાપરા બે વિકેટ પડી જતાં મુંબઇને બેટ્સમેનો દબાણમાં આવી ગયા હતા. જોકે, ધીમે ધીમે મુંબઇની ગાડી રનના પાટા પર દોડવા લાગી હતી. સિક્સ અને ફોરના વરસાદ સાથે મુંબઇએ 20 ઓવરના અંતે 213 રન ફટકાર્યા હતા. આમ બેંગ્લોરને મેચ જીતવા માટે 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 214 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બેંગ્લોરની ટીમ 167 રન બનાવી શકી હતી. આમ બેંગ્લોરની ટીમને મુંબઇની સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. 167 રન બનાવવા માટે બેંગ્લોરની ટીમે 8 વિકેટનું નુકસાન પણ સહન કરવું પડ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply