IPL 2022: આજે ઇડન ગાર્ડન ખાતે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાશે પ્રથમ ક્વોલીફાયર મેચ
Live TV
-
આઇપીએલની ક્વોલીફાયર પ્રથમ મેચ આજે કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાશે. આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે મેચ રમાશે. આ મેચમાં વિજયી બનનાર ટીમ અમદાવાદમાં 29 મે ને રવિવારે યોજાનાર ફાઇનલ મેચ માટે કન્ફોર્મ થશે. જ્યારે હારનાર ટીમને વધુ એક તક મળશે. જ્યારે બુધવારે લખનઉ સુપર જાયન્ટનો મુકાબલો રોયલ ચેલેન્જર સાથે થશે. આ મેચમાં હારનાર ટીમ ફાઇનલમાં પ્રવેશની રેસમાંથી બહાર થશે.
અમદાવાદ ખાતે ક્વોલીફાયર-2 માં બુધવારે રમાનાર મેચમાં જીતનાર ટીમ ક્વોલીફાયર-1માં હારનાર ટીમ સામે મેચ રમશે અને જીતનાર ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. આઇ.પી.એલની શરૂઆતમાં ગુજરાત ટાઇટન્સ ટીમ પ્લેઓફમાં પહોચશે તેવી કોઇને કલ્પના ન હતી. હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમે શાનદાર પ્રદર્શન કરીને 14 માંથી 10 મેચ જીતીને 20 પોઇન્ટ મેળવ્યાં હતાં. રાજસ્થાન રોયલ્સ ટીમ વર્ષ 2018માં પ્લેઓફમાં પ્રવેશી હતી. હવેની દરેક મેચ ક્રિકેટ રસીકો માટે ઉત્તેજનાભરી બની રહેશે.
