Skip to main content
Settings Settings for Dark

T-20માં હાર પછી BCCIએ આખી સિલેક્શન કમિટી સસ્પેન્ડ કરી

Live TV

X
  • ટી-20 વર્લ્ડ કપ 2022ની હાર પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આકરા પગલાં લીધા છે. બીસીસીઆઈએ સિલેક્શન કમિટીના ચેરમેન ચેતન શર્મા સહિત આખી ટીમને ઘર ભેગી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ખાલી પડેલી જગ્યા માટે બીસીસીઆઈએ નવું આવેદન પત્ર પણ જાહેર કરી દીધું છે. ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી ટીમ સિલેક્શન પર સવાલો ઉઠી રહ્યા હતા. હવે બોર્ડે પહેલું મોટું પગલું ભર્યું છે.

    સિલેક્શન કમિટીને માહિતી પણ ન આપી
    ESPN Cricinfoના અહેવાલ મુજબ જ્યારે BCCIએ શુક્રવારે આ નિર્ણય લીધો ત્યારે તેની માહિતી સિલેક્શન કમિટીને આપવામાં આવી ન હતી. ત્યારે મુખ્ય સિલેક્ટર અને તેમના સાથી સિલેક્ટર્સ દેશના જુદા જુદા શહેરોમાં રમાઈ રહેલી વિજય હજારે ટ્રોફીની મેચ જોઈ રહ્યા હતા. બોર્ડે સિલેક્શન કમિટીને બરતરફ કરવાનું કોઈ કારણ નથી આપ્યું, પરંતુ એવું માનવામાં આવે છે કે સતત બે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન તેનું કારણ હોઈ શકે છે.

    નવી પસંદગી સમિતિ માટે અરજીઓ મંગાવી
    પસંદગી સમિતિમાં ચાર સભ્યો હતા અને તેના વડા એટલે કે મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા હતા. ચેતનના જમાનામાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. 2021 T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા નોક આઉટ સ્ટેજ સુધી પણ પહોંચી શકી નથી. આ સિવાય તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

    આ પસંદગી સમિતિમાં ચેતન ઉપરાંત હરવિંદર સિંહ, સુનીલ જોશી અને દેવાશિષ મોહંતી હતા. આમાંથી કેટલાક 2020માં અને કેટલાક 2021માં પસંદગીકારો બન્યા હતા. સામાન્ય રીતે વરિષ્ઠ પસંદગી સમિતિનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પસંદગી સમિતિને બરતરફ કરવાનો નિર્ણય શુક્રવારે બોર્ડની એજીએમમાં ​​લેવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply