Skip to main content
Settings Settings for Dark

T20 સિરીઝ:ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું,સિરીઝમાં 2-1ની લીડ મેળવી

Live TV

X
  • ભારતે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 7 વિકેટથી શાનદાર જીત નોંધાવી છે. આ જીત સાથે, ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની T20 સિરીઝમાં 2-1ની નિર્ણાયક લીડ મેળવી લીધી છે.

    ભારતે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 7 વિકેટથી શાનદાર જીત નોંધાવી છે. આ જીત સાથે, ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની T20 સિરીઝમાં 2-1ની નિર્ણાયક લીડ મેળવી લીધી છે.

    દક્ષિણ આફ્રિકાની બેટિંગ: 

    ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતીય બોલરોના તરખાટ સામે ટકી શકી નહીં અને માત્ર 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. 44 રનના સ્કોર સુધીમાં જ ટીમે પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન એઇડન માર્કરમે એકલા હાથે લડત આપી, 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સર્વાધિક 61 રન બનાવ્યા. ડોનોવન ફરેરાએ 20 અને એનરિક નોર્ટજેએ 12 રનનું યોગદાન આપ્યું.

    ભારતની બોલિંગ:

     ભારત તરફથી અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી. હાર્દિક પંડ્યા અને શિવમ દુબેને 1-1 વિકેટ મળી.

    ભારતની બેટિંગ:

     118 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 15.5 ઓવરમાં જ જીત હાંસલ કરી લીધી. ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલની જોડીએ 5.2 ઓવરમાં 60 રનની ઝડપી ભાગીદારી કરીને મજબૂત પાયો નાખ્યો. અભિષેકે 18 બોલમાં 35 રન (3 છગ્ગા, 3 ચોગ્ગા) અને ગિલે 28 રન બનાવ્યા. અંતમાં, તિલક વર્મા (25 રન) અને શિવમ દુબે (10* રન)એ અણનમ રહીને ટીમને જીત અપાવી.

    સાઉથ આફ્રિકાની બોલિંગ: 

    દક્ષિણ આફ્રિકા માટે લુંગી એનગિડી, માર્કો જાનસેન અને કોર્બિન બોશે 1-1 વિકેટ લીધી.

    સિરીઝની સ્થિતિ અને આગામી મેચો:

    • કટકમાં રમાયેલી પ્રથમ T20 ભારત 101 રને જીત્યું હતું.
    • ન્યૂ ચંદીગઢમાં દક્ષિણ આફ્રિકાએ 51 રને જીત મેળવી સિરીઝ 1-1થી બરાબર કરી હતી.
    • આ જીત બાદ ભારત સિરીઝમાં 2-1થી આગળ છે.
    • સિરીઝની બાકીની બે મેચો હવે લખનૌ (17 ડિસેમ્બર) અને અમદાવાદ (19 ડિસેમ્બર)માં રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
apply