World cup: આજે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો
Live TV
-
ICC વર્લ્ડ કપમાં આજે અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ અમદાવાદમાં મેચ રમાશે. અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં તેની 8માંથી 4 મેચ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમોને હરાવી. તે ઓસ્ટ્રેલિયા સામે પણ મોટી જીતની નજીક હતી પરંતુ મેક્સવેલે ટેબલ ફેરવી દીધું. બીજી તરફ આ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા ચેમ્પિયનની જેમ રમ્યું હતું. તેણે તેની 8 મેચમાંથી 6માં જીત મેળવી હતી.
અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, ઇકરામ અલી ખિલ (વિકેટમાં), રાશિદ ખાન, ફઝલહક ફારૂકી/મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નવીન-ઉલ-હક.
સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (વિકેટમાં), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો યાનસીન, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, ગેરાલ્ડ કોએત્ઝી, એન્ડીલે ફેહલુકવાયો.
ગઈકાલે રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડે શ્રીલંકાને 5 વિકેટે હાર આપી સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. શ્રીલંકાના 171 રનના લક્ષ્યાંક સામે ન્યુઝીલેન્ડે 23.2 ઓવરમાં 5 વિકેટે 172 રન બનાવી જીત મેળવી છે. ઓપનર ડેવોન કોનવેએ 45 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જ્યારે રચિન રવીન્દ્રએ 42 રન અને ડેરિલ મિશેલે 43 રન નોંધાવ્યા હતા. શ્રીલંકા છેલ્લી લીગ મેચ હાર્યા બાદ 4 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
