અજમેરની હોટલમાં આગ ફાટી નીકળતા અમરેલીના 3 લોકોનાં દુઃખદ મૃત્યુ
અજમેરની એક હોટલમાં આગ લાગવાથી અમરેલી જિલ્લાના લાઠીના રહેવાસી ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. ત્રણેય લોકો મેમણ પરિવારના છે. મેમણ દંપતી તેમના માસૂમ પુત્ર સાથે અજમેર શરીફની યાત્રા પર ગયા હતા અને વહેલી સવારે તે ત્રણેય જ્યાં રોકાયા હતા તે હોટલમાં અચાનક આગ ફાટી નીકળી. જેના કારણે ત્રણેયના શ્વાસ રૂંધાવાથી મૃત્યુ નીપજ્યું. ત્રણેય મૃતકોના અંતિમ વિધિ આજે સાંજ સુધીમાં લાઠી ખાતે કરવામાં આવશે.