Skip to main content
Settings Settings for Dark

Amreli

Live TV

X

અજમેરની હોટલમાં આગ ફાટી નીકળતા અમરેલીના 3 લોકોનાં દુઃખદ મૃત્યુ

અજમેરની એક હોટલમાં આગ લાગવાથી અમરેલી જિલ્લાના લાઠીના રહેવાસી ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. ત્રણેય લોકો મેમણ પરિવારના છે. મેમણ દંપતી તેમના માસૂમ પુત્ર સાથે અજમેર શરીફની યાત્રા પર ગયા હતા અને વહેલી સવારે તે ત્રણેય જ્યાં રોકાયા હતા તે હોટલમાં અચાનક આગ ફાટી નીકળી. જેના કારણે ત્રણેયના શ્વાસ રૂંધાવાથી મૃત્યુ નીપજ્યું. ત્રણેય મૃતકોના અંતિમ વિધિ આજે સાંજ સુધીમાં લાઠી ખાતે કરવામાં આવશે.

Gujarati

બંધારડાના ખેડૂતોને ઇઝરાયેલની ટૅક્નિકથી ફાયદો

અમરેલી જિલ્લાના છેવાડાના નાના એવા બંધારડા ગામના જાગૃત ખેડૂતો હવે શાકભાજીની ખેતી કરીને વધુ વળતર મેળવી રહ્યા છે. પાણીના તળ ઊંડા જતાં હવે સિંચાઇનું પાણી બહુ ઓછું પ્રાપ્ત થાય છે ત્યારે ગામના જાગૃત ખેડૂતો ઇઝરાયેલ પદ્ધતિની ખેતી તેમજ ડ્રિપ-ઇરિગેશનનો ઉપયોગ કરે છે. તેમજ મલચિંગનો ઉપયોગ કરીને ટેટીનું ઉત્પાદન મોટા પાયે કરે છે.  આને કારણે તેમને ઓછા ખર્ચે વધુ વળતર મળે છે. આ સાથે તેઓ ગુવાર, ભીંડા, તેમજ ટમેટાંનું પણ વાવેતર કરી આવકમાં વધારો કરે છે.

Gujarati

અમરેલીના ચમારડી ગામે સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન યોજાયા

અમરેલી જિલ્લાના ચમારડી ગામે સમાજને સામાજિક સમરતાનો સંદેશ આપતા એક સમૂહ લગ્ન યોજાઈ ગયા. સર્વજ્ઞાતિના યોજાયેલા સમૂહ લગ્નમાં 253 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ સર્વજ્ઞાતિના સમૂહ લગ્નની વિશેષતા એ રહી કે તેમાં મૂસ્લિમ યુવતીઓના નિકાહ પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે નવ દંપતિને આર્શિવાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજ્યમંત્રી પરષોતમ રૂપાલા, દિલીપ સંઘાણી સહિત દિગ્ગજો ઉપસ્થિત રહ્.યા હતા. સમૂહ લગ્નના અવસરે રકતદાન કેમ્પ શિબિર, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં જાણીતા કથાકાર મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને નવદંપતિઓને આર્શિવાદ આપ્યા હતા.

Gujarati
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply