Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685 અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નર્મદાનીરના કરાશે વધામણા | DD NewsSkip to main content
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 40 વર્ષમાં પ્રથમવાર તેની સર્વોચ્ચ સપાટી 138 મીટરને પાર કરી ઓવર ફલો થઈ છે. જેની ઉજવણી ગુજરાતભરમાં "નમામિ દેવી નર્મદે" ના કાર્યક્રમ દ્વારા કરવામાં આવશે. પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું, કે આજે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે નર્મદા નીરના વધામણા કરી મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવાની અપીલને ધ્યાને લઈ , 50 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકી , પ્લાસ્ટીક મુક્ત અમદાવાદ અભિયાનનો , પ્રારંભ કરવામાં આવશે.