Skip to main content
Settings Settings for Dark

અદાણી ગ્રુપે પોતાનો FPO પરત ખેંચવાનો કર્યો નિર્ણય

Live TV

X
  • અદાણી ગ્રુપે પોતાનો લોન્ચ કરેલો FPO રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે રાતે યોજાયેલી બોર્ડ મિટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના ચેરમેન ગૌતમ અદાણીએ આ અંગે જણાવ્યું હતું કે બજારમાં થઈ રહેલા ઉતર-ચઢાવને ધ્યાનમાં રાખીને કંપનીની બોર્ડે હાલ પૂરતો આ FPO રદ્દ કરવાનું નક્કી કર્યું છે. અમારું લક્ષ્ય કંપનીના રોકાણકારોનું હિત પહેલા ક્રમે આવે છે. તેથી અમે FPOના મળેલા નાણાં રોકાણકારોને પાછા આપી દઈશું અને તેના સંબંધતિ તમામ વ્યવહાર સમાપ્ત કરશું. FPOનું આખું નામ ફોલો ઓન પબ્લિક ઓફર છે, જેના દ્વારા કંપની બજારમાંથી પૈસા ભેગા કરે છે અને તેના બદલે રોકાણકારોને કંપનીના સ્ટોક ઓફર કરે છે. અદાણીના FPO ભરવાની તારીખ શરૂ થયાના એક દિવસ પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ પણ હિંડનબર્ગના અહેવાલના કારણે અદાણી ગ્રુપ પર પહેલેથી જ સંકટ તોળાઈ રહ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply