બજેટ પછીના દિવસે શેર બજાર સામાન્ય ઘટાડા પછી ગ્રીન ઝોનમાં જોવા મળ્યું
Live TV
-
બજેટના બીજા દિવસે ભારતીય શેર બજાર સામાન્ય ઘટાડા સાથે ખુ્લ્યા હતા. જેમાં સેન્સેક્સ 249 પોઇન્ટ તુટીને 59,459 પોઇન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 100 પોઇન્ટના ઘટાડા સાથે 17,517 પોઇન્ટ પર ખુલ્યો હતો. જો કે ત્યારબાદ સામાન્ય વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજે માર્કેટ ખુલવાની સાથે અદાણી જુથના શેર પર અપર સર્કિટ લાગ્યા બાદ કંપનીના શેર પર બે વાર લોઅર સર્કિટ લાગી હતી. જેના કારણે અદાણીના શેરમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો આજે ITC, HCL ટેકનોલોજી, ઇન્ફોસીસ અને ટેક મહિન્દ્રાના શેરમાં મજબુતાઇ જોવા મળી હતી. તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બજાજ ફાઇનાન્સ અને ICICI બેંકના શેરમાં નરમાશ જોવા મળી હતી. તો એક કિલો ચાંદીનો ભાવ 74,400 રહ્યો હતો. જે બુધવાર કરતા 1100 રૂપિયા વધારે હતો. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 58, 470 રહ્યો હતો. જે બુધવાર કરતા 600 રૂપિયા વધારે હતો.
