અમેરિકામાં મોંઘવારીનો દર અનુમાન કરતા વધુ આવતા વૈશ્વિક શેરબજારોમાં મંદીનો માહોલ, સેન્સેક્સ- નિફ્ટી પણ ઘટાડા સાથે ખૂલ્યા
Live TV
-
અમેરિકામાં મોંઘવારીનો દર અનુમાન કરતા વધુ આવતા વૈશ્વિક શેરબજારોમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. શુકવારે રજૂ થયેલ આંકડા મુજબ અમેરિકામાં જાન્યુઆરી માસનો મોંઘવારીનો દર 6.4% આવ્યો છે જે અનુમાન કરતાં 0.2% વધુ નોંધાયો છે. આજે સેન્સેક્સ 367 આંકના ઘટાડા સાથે 59 હજાર 096 પર કારોબાર કરી રહ્યો છે. અને નિફ્ટી 122 આંકના ઘટાડા સાથે 17 હજાર 343 પર કારોબાર કરી રહ્યાં છે . આજે મીડિયા, મેટલ, IT અને ઓટો સેક્ટરમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે. તો ફેડની વ્યાજદર વધારની આશંકાથી ડોલર ઈન્ડેક્ષ 7 અઠવાડીયાની ઉંચાઈ પર પહોંચ્યો છે. ડોલર સામે રૂપીયો ગગળી ફરી 82.92 પર પહોંચ્યો છે. કોમોડિટીની વાત કરીએ તો બ્રેંટ ક્રુડ ઓઈલ 82.50 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો MCX પર સોનાનો ભાવ રૂ. 55 હજાર 349 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ રૂ. 62 હજાર 800 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે.
