ભારતીય શેર બજારમાં મંગળવારનો દિવસ રહ્યો અમંગળ
Live TV
-
કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. BSEનો સેન્સેક્સ 326.23ના ઘટાડા સાથે 58,962 પર અને નિફ્ટી 93.24ના ઘટાડા સાથે 18,192 પર બંધ રહ્યા હતા. મેટલ ઈન્ડેક્સ 2 ટકા, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 1 ટકા ઘટ્યા હતા, જ્યારે ઓટો અને પીએસયુ બેન્કોમાં ખરીદી જોવા મળી હતી તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં સોનાનો 10 ગ્રામનો ભાવ રુપિયા 228 ઘટીને 55,248 થયો હતો જયારે 1 કિલો ચાંદીનો ભાવ ઘટીને 62,701 રૂપિયા રહ્યો હતો. ક્રુડ ઓઈલમાં સામાન્ય વધારો નોંધાયો હતો.
