Skip to main content
Settings Settings for Dark

આંતરાષ્ટ્રીય શેર બજારમાં કડાકાની અસર ભારતીય શેર બજાર પર, કારોબારમાં રોકાણકારો પર વેચવાલીનું દબાણ 

Live TV

X
  • આંતરાષ્ટ્રીય શેર બજારમાં કડાકાની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી છે. સેન્સેક્સ આજે સવારે 33 પોઈન્ટના વધારા સાથે 59,778 પર ખુલ્યો અને ટ્રેડિંગ શરૂ કર્યું જ્યારે નિફ્ટી 21 પોઈન્ટના વધારા સાથે 17,575 પર ખુલ્યો . મહત્વનું છે કે યુએસ ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરમાં વધુ વધારાના સંકેતો બાદ વૈશ્વિક બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

    અને આજે તેની અસર સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે આજના કારોબારમાં રોકાણકારો પર વેચવાલીનું દબાણ છે અને સતત પ્રોફિટ બુકિંગના કારણે સવારે 9.50 વાગ્યે સેન્સેક્સ 272 પોઈન્ટ ઘટીને 59,473 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી 60 પોઈન્ટ ઘટીને 17,490 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. જો બજારમાં ઘટાડો થયો હોવા છતાં, 

    આજે ઘણી કંપનીઓએ તેમના રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે અને 5 કંપનીઓ ટોપ ગેઇનર બની છે. તેમાં ઓએનજીસી, એચસીએલ ટેક, યુપીએલ, બીપીસીએલ અને ટીસીએસ જેવી કંપનીઓના સ્ટોકમાં ઉછાળો આવ્યો છે તો બીજી તરફ અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ અને ટાઈટન કંપનીમાં વેચવાલી જોવા મળી હતી, જેના કારણે તેઓ ટોપ લૂઝર બન્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply