આજે શરૂઆતમાં સેન્સેક્સ 70 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્યો
Live TV
-
આરબીઆઈ એમપીસીના નિર્ણય પહેલા આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 70 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો. હાલમાં, સેન્સેક્સ 16.94 (0.03%) પોઈન્ટના વધારા સાથે 63,159.90 પોઈન્ટના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 18.85 (0.10%)ના વધારા સાથે 18,745.25ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ અને નેસ્લે નિફ્ટી પર ટોપ ગેઈનર્સ હતા, જ્યારે કોટક મહિન્દ્રા બેંક, બીપીસીએલ, આઇશર મોટર્સ, એક્સિસ બેંક અને એચસીએલ ટેક્નોલોજીસ ટોપ લુઝર્સ હતા.
