શેરબજારમાં ઉછાળો: સેન્સેક્સ 62900 ને પાર, નિફ્ટીમાં 66 પોઈન્ટની તેજી
Live TV
-
ભારતીય શેરબજાર માટે આજનો દિવસ સારી ગતિ સાથે કારોબારનો સંકેત આપી રહ્યો છે. વૈશ્વિક સંકેતો પણ તેજીના જોવા મળી રહ્યા છે અને ગઈકાલે સ્થાનિક બજારમાં જોવા મળેલી તેજી આજે પણ ચાલુ રહી શકે છે. આઈટી શેરોમાં ગઈકાલના ઘટાડાને કારણે બજાર માટેનું સેન્ટિમેન્ટ થોડું નબળું હતું, પરંતુ આજે સ્થિતિ થોડી સુધરી રહી છે. બેંક શેરના આધારે બજારમાં સપોર્ટ જોવા મળી રહ્યો છે.
ઘણા દિવસોની સતત વેચવાલી બાદ મંગળવારે વિદેશી રોકાણકારોએ રોકડ બજારમાં ખરીદી કરી હતી. ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકડ બજારમાં રૂ. 385.71 કરોડના શેરની ખરીદી કરી હતી.
