શેરબજારમાં ઘટાડો: સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટ્યો, IT શેરોમાં વેચવાલી
Live TV
-
આજે સવારથી જ શેરમાર્કેટ રેડઝોનમાં ટ્રેન્ડ કરી રહ્યું હતું.સેન્સેક્સ 50 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. ઘટાડાની ચાલ હજુ પણ યથાવત્ છે અને 150 અંકના ઘટાડા સાથે હાલમાં સેન્સેક્સ 62 હજાર સાતસોની નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ નીચા મથાળે ખુલીને 18,600 ની નીચે કારોબાર કરી રહ્યો છે. માર્કેટ ખુલતાંની સાથે જ IT સેક્ટરના શેરોમાં વેચવાલીના પગલે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં લેવાલી નિકળતા તેમાં તેજી જોવા મળી હતી.
