આજથી મુંબઇમાં ત્રણ દિવસની રિઝર્વ બેંકની નાણાકિય નીતિની બેઠક શરૂ
Live TV
-
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક આજથી મુંબઈમાં શરૂ થશે. સર્વોચ્ચ બેંક ગુરુવારે દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરશે. મોનેટરી પોલિસી કમિટીની આ બેઠક છૂટક ફુગાવો ઘટીને 4.7 ટકા થવાને પગલે થઈ રહી છે. મહત્વનું છે કે 18 મહિના બાદ મોંઘવારી દર પાંચ ટકાની નીચે આવી ગયો છે. નિષ્ણાંતોના મતે, RBI ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની છ સભ્યોની સમિતિ મુખ્ય વ્યાજ દરોમાં યથાસ્થિતિ જાળવી રાખશે જેથી ફુગાવામાં ઘટાડો ચાલુ રહે. સર્વોચ્ચ બેંકને આશા છે કે આ મહિને ફુગાવો વધુ ઘટશે. ઉલ્લેખનીય છે કે મોનેટરી પોલિસી કમિટીની છેલ્લી બેઠક બાદ રિઝર્વ બેંકે રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખીને વ્યાજદરમાં વધારો અટકાવી દીધો હતો. 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી હટાવવાની જાહેરાત બાદ મોનેટરી પોલિસી કમિટીની આ પહેલી બેઠક છે.
