ઈરાન-અમેરિકાના તણાવ વચ્ચે શેરબજાર ગગડ્યું, સેન્સેક્સ 52અંકના ઘટાડા સાથે બંધ
Live TV
-
ઇરાન અને અમેરિકા વચ્ચેના તણાવને લઇને શેરબજાર ઉપર પણ તેની ભારે અસર જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ગગડ્યુ હતું. પ્રારંભે જ 250 પોઇન્ટ કરતાં વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
આજે મુખ્ય શેરો જેવા કે ભારતી એરટેલ, યસ બેન્ક, ટીસીએસ, અલ્ટ્રાટેક, જેવા શેરોમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે કોલ ઇન્ડિયા, એલ એન્ડ ટી, ONGC , IOC, જેવા શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસના અંતે BSE નો સેન્સેક્સ 52 અંકના ઘટાડા સાથે 40, 818 પર જ્યારે NSE નો નિફ્ટી 28 અંક ના ઘટાડા 12 હજાર 25 પર બંધ રહ્યો હતો.
