એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન કોર્પોરેટ દ્વારા ઉદ્યોગ સાહસિકો તેમજ HR પ્રોફેશનલનો સેમિનાર યોજાયો
Live TV
-
અમદાવાદમાં ઉદ્યોગસાહસિકો માટેનો સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન કોર્પોરેટ દ્વારા ઉદ્યોગ સાહસિકો અને HR પ્રોફેશનલ વચ્ચે સંવાદ અંગેનો આ સેમિનાર હતો. જેમાં યુવા પ્રોફેશનલ્સને ધ્યાનમાં રાખીને ઔદ્યોગિક બાબતોની ચર્ચા કરવામાં આવી. આ સેમિનારમાં ઔદ્યોગિક વિકાસ, સમસ્યાઓનું નિરાકરણ, બિઝનેસ પાર્ટનર્સ પ્રોવાઈડ કરવા અને કંપનીને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સહાયક બનવામાં યુવાઓને મદદ સહિતના વિવિધ મુદ્દાઓ પર છણાવટ કરવામાં આવી. નવા સાહસમાં ટેકનોલોજીનો ઉપયોગ, ઉદ્યોગ સાહસિક અને પ્રમોટર વચ્ચેના સંબંધો તેમજ કંપનીમાં વેલ્યુ એડિશન જેવા વિષયો પર યુવા પ્રોફશનલ્સને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
